ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Prarthana

નિરોગી બાળ વર્ષ નિમિતે

1. “રાષ્ટ્રની ધરોહળ”

હું છું નાનકડો બાળ
હું છું રાષ્ટ્રની ધરોહળ
મારા ખભે ભવિષ્યનો ભાર
હું નિરોગી ન હોઉ તો મારૂ શું?
વિશ્વની ટોચ પર કેમ કરી પહોચીશ?

2. ધન્ય છે આ અભિયાનને

ધન્ય છે કન્યા કેળવણીના અભિયાનને
ધન્ય છે સર્વશિક્ષાના અભિયાનને
ધન્ય છે નિર્મળગ્રામના અભિયાનને
ધન્યછે નિરોગીબાળના અભિયાનને
ધન્ય છે ગરવી ગુજરાતના નાથને
જેમને આપ્યા આવા અભિયાન

જો પ્રગટે જન જાગૃતિ, ચિનગારી બની
તો અભિયાનમાં, પ્રાણ ફુકાય ન્યારો
જો પ્રગટે જન આંદોલન,સ્વંયભુ રીતે
તો અભિયાનમાં, ચેતના આવે ન્યારી
દઢ સંકલ્પ કરીએ, સૌ ભેગા મળી
સ્વપ્ન સાકાર કરીએ,આ અભિયાનનું

3.દર્પણમાં નિરોગી બાળ

કેવો સ્વચ્છ દેખાઉ હું?
તે દર્પણ જોવું ગમે મને
મારા અંગો કેવા સ્વચ્છ?
તે દર્પણ જોવા ગમે મને
મારો પહેરવેશ કેવા સ્વચ્છ?
તે દર્પણ જોવા ગમે મને
મારૂ વજન કેટલું વધ્યું?
તે દર્પણ જોવા ગમે મને

મારી ઊંચાઈ કેટલી વધી?
તે દર્પણ જોવા ગમે મને
હું કેવો નિરોગી બાળ દેખાવું?
તે દર્પણ જોવા ગમે મને

4. નિરોગી બાળવર્ષ

હવે શાળામાં ઉજવાશે “નિરોગી બાળ વર્ષ”
સમજ અપાશે - પોષણક્ષમ આહારની
સમજ અપાશે - કસરતના મહત્વની
સમજ અપાશે -રોગ અંગેની જાગૃતિની
થશે કાર્યક્રમ -શાળા આરોગ્ય ચકાસણીના
થશે કાર્યક્રમ - તજજ્ઞોનો વકતવ્યોના
થશે કાર્યક્રમ -QDS - SVS કક્ષાએ
થશે સ્પર્ધાઓ - નિબંધ, વકતૃત્વ અને ચિત્રની
થશે સ્પર્ધાઓ - નિરોગી વિદ્યાર્થીની પસંદગીની
થશે પ્રદર્શન - ચિત્રો અને આર્ટિકલ ધ્વારા
થશે સંવાદો - વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે
થશે તપાસ-વજન અને ઉંચાઈના ફેરફારોની
થશે તપાસ - શરીરના અંગોની સ્વચ્છતાની
થશે તપાસ - કપડાં અને દફતરની સ્વચ્છતાની
થશે તપાસ - આંતરિક સ્વચ્છતાના ગુણોની
થશે તપાસ - બાળકોની વિશિષ્ટ તકલીફોની
હવે ઉજવાશે ગુજરાતમાં “નિરોગી બાળ વર્ષ”

5. મારો વિદ્યાર્થી કેમ બને નિરોગી

હોંશે હોંશે ઉજવીશ “નિરોગી બાળ વર્ષ”
રાખીશ કાળજી - શારીરિક સ્વાસ્થ્યની
રાખીશ ધ્યાન -માનસિક સ્વાસ્થ્યનું
કેળવીશ વલણ-પોષણક્ષમ આહાર અંગેનું
કરાવીશ પાલન-સુઆરોગ્યના નિતી નિયમોનું
બતાવીશ ઉપાયો-ચેપી રોગથી બચવાના
આપીશ સમજ-આરોગ્યલક્ષી યોજનાઓની
આપીશ માર્ગદર્શન પહેરવાના વસ્ત્રો અંગે
ઉકેલીશ સમસ્યા - તરૂણોની સમસ્યાઓની
સમજાવીશ ઉપાયો - સ્વચ્છ-સ્વસ્થ બનવાના
કરીશ ઉજવણી-આરોગ્ય સપ્તાહની
કરીશ ઉજવણી-વ્યસનમુકિત સપ્તાહની
કરીશ પ્રયત્ન - મારો વિદ્યાર્થી કેમ બને નીરોગી
કરીશ પ્રયત્ન - મારો વિદ્યાર્થી કેમ બને તંદુરસ્ત
કરીશ પ્રયત્ન - મારો વિદ્યાર્થી કેમ બને અતિ સુંદર
હોશેં હોશેં ઉજવણી - “નિરોગી બાળ વર્ષ”