ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

પ્રવૃત્તિઓ - શાળામાં કાર્યક્રમ

સાંસ્કૃતિક

1.શાળામાં ઈકો કલબ ચાલે છે. તેમાં શાળાના વિદ્યાર્થીઓને સભ્ય બનાવાય છે. વૃક્ષારોપણ કાર્યક્રમ શાળા સફાઈ કાર્યક્રમ – ગ્રામ સફાઈ કાર્યક્રમ વગેરેનું આયોજન આ કલબના નેજા હેઠળ થાય છે.

2.વ્યવસાય કારકિર્દીમાં ધોરણ-9ના વિદ્યાર્થીઓ ભાગ લે છે. કારર્કિદી સપ્તાહના કાર્યક્રમ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈને ઈનામ પણ હાંસલ કર્યા છે. ધોરણ-10-12 પછીના વિવિધ અભ્યાસક્રમની માહિતી અપાય છે.

3.શાળામાં બુક બેંકની પ્રવૃતિ પણ ચાલે છે. જેમાં ધોરણ-8માં તમામ વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી પાઠયપુસ્તકો મફત આપવામાં આવે છે. અન્ય ધોરણોમાં વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થીતી ધ્યાનમાં લઈને પાઠયપુસ્તકો આપાય છે.

4.શાળામાં બાહય પરીક્ષાઓ જેવી કે સંસ્કાર બોધ, ચિત્રકળા, હિન્દી-સંસ્કૃત-પ્રખરતા શોધ-શિષ્યવૃતિની પરીક્ષાઓ વગેરે લેવાય છે. વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે.

5.શાળામાં કલા પ્રદર્શન-વિજ્ઞાન પ્રદર્શન-કમ્પ્યુટરના છૂટા ભાગોનું પ્રદર્શન થાય છે. ગામની અસંખ્ય વ્યકિતઓ તથા આજુબાજુની શાળાના અનેક વિદ્યાર્થીઓ પ્રદર્શન જોવા પધારે છે.

6.વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળામાં ભાગ લે છે. દર વર્ષે જુદીજુદી કૃતિઓ વિજ્ઞાન શિક્ષકની મદદથી રજુ થાય છે.

7.શાળામાં પી.ટી.એ. અને એમ.ટી.એ.ની રચના કરી છે. વાલીઓની આ સંદર્ભે મિટિંગ થાય છે. વાલીઓ ઉત્સાહથી ભાગ લે છે.

8.દર વર્ષે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. રાસ-ગરબા-નાટક-નૃત્ય એક પાત્રિય અભિનય –લોક નૃત્ય જેવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે. દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે.

9.દર વર્ષે ઈન્ટર કલાસ ટૂર્નામેન્ટ યોજવામાં આવે છે. તેમાં ક્રિકેટ-વોલીબોલ જેવી રમતો રમાડાય છે. એ સિવાય વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓની સુસુપ્ત શકિતઓ બહાર લાવવા પ્રયત્ન થાય છે.

સ્થળ : ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ,સંખેડા
તારીખ :

પ્રવૃત્તિઓ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 1,036