ફાયરફોક્સ પસંદ કરવા બદલ આભાર! આ પાનું તમને શરૂ કરવા માટે મદદ કરશે — નવા લક્ષણો વિશે શીખો, મદદ કેવી રીતે મેળવવી, ફાયરફોક્સને વધુ શક્તિશાળી કેવી રીતે બનાવવું, અને તમારો બ્રાઉઝીંગ અનુભવ વધુ શ્રેષ્ઠ કેવી રીતે બનાવવો.
બ્રાઉઝ કરવાનું શરૂ કરો
નવા લક્ષણો
ફાયરફોક્સમાં શોધો
ફાયરફોક્સ સંશોધન સાધનપટ્ટીમાંના શોધો બોક્સ સાથે અને સ્થાનપટ્ટીમાં જડાયેલ Google નું હું નસીબદાર અનુભવું છે™ સાથે વેબ શોધવાનું વધુ ઝડપી બનાવે છે.
તમે શોધો બોક્સ તમારું માઉસ બ્રાઉઝરના ઉપર જમણા ખૂણે શોધો બોક્સ પર નિર્દેશ કરીને વાપરી શકો છો. તમારું શોધ પદ દાખલ કરો અને Enter દબાવો. વેબ સાઈટની મુલાકાત લેવા માટે લાંબા સમય સુધી તમારે શોધ કરવી પડે નહિં, એ બધું તમારા બ્રાઉઝરમાં જ ઉપલબ્ધ છે.
ફાયરફોક્સ પૂર્વ-સ્થાપિત ખૂબ પ્રખ્યાત અને ઉપયોગી શોધ યંત્રો સાથે આવે છે: Google, Yahoo, Amazon, eBay, અને Dictionary.com. વધુ શ્રેષ્ઠ એ છે કે તમે શોધ પ્લગઈનો વધુ ડાઉનલોડ કરી શકો છો.
જીવંત બુકમાર્કો
જીવંત બુકમાર્કો એ ફાયરફોક્સમાં નવી ટેક્નોલોજી છે કે જે તમને RSS સમાચાર અને બુકમાર્કો સાધનપટ્ટીમાં અથવા બુકમાર્કો મેનુમાં મુખ્ય બ્લોગ જોવા દે છે. એક ઝટકા સાથે, તમારી મનગમતી સાઈટોમાં તાજેતરના મુખ્ય સમાચારો ઝડપથી જુઓ. લેખ પર સીધા જાઓ કે જેમાં તમને રસ હોય — તમારો સમય બચાવે છે.
જીવંત બુકમાર્કો માટે સક્રિય કરેલ સાઈટ કે જ્યારે તમે આ ચિહ્ન બ્રાઉઝરના તળિયે જમણા ખૂણે જુઓ. ચિહ્ન પર ક્લિક કરવાનું અને RSS ફીડ પસંદ કરવાનું બુકમાર્ક ઉમેરો સંવાદ પર લઈ જશે. 'બરાબર' પસંદ કરો અને તમે જીવંત બુકમાર્કો તમારા બાકીના બુકમાર્કો સાથે જોશો. ઘણા લોકો જીવંત બુકમાર્કોને તેમના બુકમાર્કો સાધનપટ્ટી ફોલ્ડરમાં સંગ્રહવાનું વધુ હિતાવહ સમજે છે.
ટેબવાળું બ્રાઉઝીંગ
ટેબવાળું બ્રાઉઝીંગ વેબ સર્ફ કરવાનું વધુ ઝડપી અને રાહતમય બનાવે છે. વેબ પાનાંઓ એ જ બ્રાઉઝર વિન્ડોની "ટેબ" ની અંદર લોડ થાય છે, જે ઘણાં વેબ પાનાંઓમાં આગળ અને પાછળ જવાનું સરળ બનાવે છે. ટેબવાળું બ્રાઉઝીંગ એ સમાચારો વાંચવા માટે અથવા શોધ પરિણામો મારફતે સર્ફ કરવા માટે યોગ્ય છે.
તમે ફાઈલ મેનુ > નવી ટેબ અથવા કીબોર્ડ સાથે Ctrl+T દ્વારા ટેબ પર જઈને નવી ટેબ ખોલી શકો છો. કડી નવી ટેબમાં ખોલવા માટે, તેના પર જમણું ક્લિક કરો અને "નવી ટેબમાં ખોલો" પસંદ કરો, અથવા વિન્ડો પર ખાલી કેન્દ્રિય ક્લિક કરો.
તમે તમારી બધી મનગમતી વેબસાઈટો એક ક્લિક સાથે પણ ખોલી શકો છો. તમારી બધી મનગમતી વેબ સાઈટો (અથવા તમે જે સાઈટો દરરોજ જુઓ તે) બુકમાર્ક કરો અને તેમને એક ફોલ્ડરમાં મૂકો. બુકમાર્કો મારફતે 'ટેબોમાં ખોલો' પસંદ કરવાનું, તમારી બધી વેબ સાઈટો એક વારમાં જ ખોલશે — તમારો સમય બચાવે છે.
સંડોવાયેલ રહો
મોઝિલ્લા પ્રોજેક્ટ એ ઓપન સોર્સ સંસ્થા છે, અને ત્યાં ઘણી તકો છે અને વપરાશકર્તાઓ માટે ફાળો આપવાના ઘણા માર્ગો છે.